વારંવાર
પુછાતાં પ્રશ્નો

શું મારો નાનો વ્યવસાય NJ Capital Access Fund લોન માટે પાત્ર છે?

NJ Capital Access Fund લોન માટે પાત્ર બનવા માટે, નાના વ્યવસાયે નીચેની વિગતવાર જરૂરિયાતોને પૂર્ણ કરવી આવશ્યક છે. કૃપા કરીને નોંધ લેશો કે પૂર્વ-અરજી પૂર્ણ થવી જોઈએ અને સૌથી વધુ માલિકી હિત ધરાવતા વ્યવસાયના માલિક અથવા બિન-નફાકારકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અથવા સમકક્ષ વરિષ્ઠ અધિકારી દ્વારા સુપરત થવી જોઈએ. 20% થી વધુ માલિકી ધરાવતા તમામ માલિકોએ પૂરી પાડવામાં આવેલી માહિતીને પ્રમાણિત કરવાની રહેશે.

પૂર્વ-પાત્રતા આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે, તમારા વ્યવસાય અથવા બિનનફાકારક માટે જરૂરી છે:

  • ન્યુ જર્સી રાજ્યમાં કાર્યરત હોય
  • 50 કરતાં ઓછા કર્મચારીઓ હોય
  • $10 મિલિયન અથવા તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા હોય
  • અરજીની તારીખથી ઓછામાં ઓછા એક વર્ષ પહેલાં વ્યવસાયમાં કાર્યરત હોય
  • રોકડ પ્રવાહ દ્વારા લોન ચૂકવવાની ક્ષમતા દર્શાવે
શું અમુક પ્રકારના વ્યવસાયો આ પ્રોગ્રામ દ્વારા લોન માટે અયોગ્ય છે?

હા. અયોગ્ય વ્યવસાયોમાં શામેલ છે, પરંતુ તે આના સુધી મર્યાદિત નથી:

  • અસ્થાયી વેપારીઓ
  • ક્રિસમસ ટ્રીના વેપારીઓ
  • આઉટડોર સ્ટોરેજ પ્રદાતાઓ
  • જુગારની સુવિધાઓ સહિત જુગારના ધંધાઓ
  • અમુક CDFI અને ટ્રાઈબલ એન્ટરપ્રાઈઝ ધિરાણકર્તાઓ સિવાયના ધિરાણકર્તાઓ
  • નીચેના પ્રશ્ન હેઠળ સૂચિબદ્ધ કોઈપણ અયોગ્ય વ્યવસાય પ્રવૃત્તિઓમાં રોકાયેલા વ્યવસાયો

છેલ્લા 10 વર્ષમાં $10,000 થી વધુના બાકી વેરાના પૂર્વાધિકાર અથવા ચુકાદાઓ ધરાવતા કોઈપણ લોન અરજદાર જ્યાં સુધી સક્રિય ચુકવણી પ્લાન અમલમાં ન હોય ત્યાં સુધી અરજી કરવા માટે અયોગ્ય છે. કોઈપણ લોન અરજદાર કે જે સક્રિય નાદારી ધરાવે છે, અવેતન ચાઈલ્ડ સપોર્ટ ધરાવે છે અથવા પાછલા 36 મહિનામાં પુન: કબજો અથવા ફોજદારીનો વિષય છે તે પણ અયોગ્ય છે.

શું મને અમુક પ્રવૃત્તિઓ માટે લોનનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવશે?

હા. ઋણ લેનારાધારકોને અમુક પ્રવૃત્તિઓ માટે NJ Capital Access Fund લોનમાંથી મળેલી આવકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. અયોગ્ય વ્યવસાય પ્રવૃત્તિઓમાં શામેલ છે, પરંતુ તે આના સુધી મર્યાદિત નથી:

  • બાંધકામ, રીનોવેશન અથવા ભાડૂત સુધારણા
  • સાધનો અને/અથવા મશીનરી ધિરાણ
  • “પુખ્ત” (એટલે કે, પોર્નોગ્રાફીક, અશિષ્ટ, કામુક, અશ્લીલ અથવા અન્યથા તેવું અપ્રતિષ્ઠિત) પ્રવૃત્તિઓ, સેવાઓ, ઉત્પાદનો અથવા સામગ્રીનો કોઈપણ સંગ્રહ
  • કોઈપણ હરાજી, નાદારી, આગ, “લોસ્ટ અવર લીઝ (નાદારી)”, “વ્યવસાય નિષ્ક્રિય થવો”, અથવા સમાન વેચાણ અથવા પ્રવૃત્તિઓ
  • ઉપદ્રવનો ઉદ્ભવ કરતી કોઈપણ પ્રવૃત્તિ
  • નિષ્ક્રિય રિયલ એસ્ટેટ રોકાણ
  • સિક્યોરિટીની ખરીદી
  • લોબિંગ પ્રવૃત્તિઓ
  • પિરામિડ વેચાણ યોજનાઓ
  • વ્યવસાયના કોઈપણ માલિક પાસેથી માલિકીના કોઈપણ ભાગની ખરીદી
  • સટ્ટાકીય પ્રવૃત્તિઓ કે જે ભાવમાં વધઘટથી નફો મેળવે છે
  • સંઘ અને/અથવા ન્યુ જર્સીના કાયદા દ્વારા પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
શું અરજી કરવા માટે મારો વ્યવસાય ન્યુ જર્સીમાં સ્થિત હોવો જરૂરી છે?

હા, લાયક બનવા માટે સંસ્થાઓ ન્યૂ જર્સીમાં હાલમાં કાર્યરત હોવા જરૂરી છે અને લોનની આવકનો ઉપયોગ ન્યૂ જર્સીમાં સંસ્થાની પ્રવૃત્તિઓને આગળ વધારવામાં થવો જોઈએ.

હું મારી લોનનો ઉપયોગ શાં માટે કરી શકું?

NJ Capital Access Fund લોનનો ઉપયોગ વેતન, સપ્લાય, ભાડું, ઉપયોગિતાઓ, માર્કેટિંગ અને પ્રચાર અને અન્ય વ્યવસાય ખર્ચ સહિતની વ્યવસાયિક જરૂરિયાતોની સંપૂર્ણ શ્રેણી માટે થઈ શકે છે. જ્યારે તમે તમારી અરજી પૂર્ણ કરો ત્યારે તમારે લોનની આવકના તમારા સૂચિત ઉપયોગનું વર્ણન કરવાની જરૂર પડશે.

લોનની શરતો શું છે?
  • Between 36- and 60-month repayment periods
  • Loan amounts up to $250,000
  • No prepayment penalties
  • Fixed interest rates for the life of the loan — As of July 27, 2023, rates range from 9.5% to 12%, depending on length of the loan
  • No specific collateral required
બિનનફાકારક ધિરાણકર્તાઓ કોણ છે?
  • Ascendus
  • Grow America Community Impact Loan Fund
  • Pursuit
  • Renaissance
શું મારે કોલેટરલની જરૂર છે?

પાત્ર બનવા માટે કોઈ ચોક્કસ કોલેટરલની જરૂર નથી. તમારે કોઈ ચોક્કસ રિયલ એસ્ટેટ અથવા સાધનોની ઉપલબ્ધી જરૂરી નથી. જો કે, ધંધાકીય અસ્કયામતો પર બ્લેન્કેટ લીયન (પૂર્વાધિકાર) દાખલ કરવામાં આવશે. 20% અથવા તેથી વધુ વ્યવસાય ધરાવતા વ્યક્તિઓ પાસેથી વ્યક્તિગત ગેરંટી પણ જરૂરી રહેશે.

જો હું પ્રી-પેમેન્ટ કરું તો શું મારે દંડ ચૂકવવાનો રહેશે?

ના. ઋણધારકો કોઈપણ સમયે દંડ અથવા ફી વગર લોનની પૂર્વ ચુકવણી કરી શકે છે.

શું મારે કોઈ ફી ચૂકવવાની જરૂર છે?

તમે કયા ધિરાણકર્તા સાથે કામ કરો છો તેના આધારે, તમારે $750 જેટલા કેટલાક કલોઝિંગ કોસ્ટ (ખર્ચ) ચૂકવવાની જરૂર પડી શકે છે. આ ફીમાં UCC ફાઇલિંગનો ખર્ચ, ક્રેડિટ રિપોર્ટ ખર્ચ અને અરજી ફી આવરી લેવામાં આવે છે. ઑરિજિનેશન ફી અથવા પ્રિપેમેન્ટ ફી સહિત અન્ય કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં, છતાં જો તમે તમારી લોન સમયસર ચૂકવો નહીં તો લેટ (વિલંબ) ફી લાગુ થઈ શકે છે.

શું NJ Capital Access Fund લોન ક્ષમાપાત્ર છે?

આ ક્ષમાપાત્ર લોન નથી. NJ Capital Access Fund ઋણધારકો પાસેથી લોનની સંપૂર્ણ રકમ તેમના જણાવેલ વ્યાજ દરે ચૂકવવાની અપેક્ષા રાખશે.

જો હું અરજી કરવા પાત્ર થાઉં તો શું મને લોન માટે મંજૂરીની ખાતરી આપવામાં આવશે?

ના. અરજીઓની સંખ્યાના આધારે, શક્ય છે કે બધા અરજદારો લોન મેળવી શકશે નહીં. અરજીઓની ઝડપી ધોરણે સમીક્ષા કરવામાં આવશે. વધુમાં, તમામ લોન અન્ડરરાઇટિંગ (લેખિત) સમીક્ષા અને સહભાગી સામુદાયિક ધિરાણકર્તાઓ દ્વારા મંજૂરીને આધીન છે, જેઓ તેમના પોતાના ધિરાણ નિર્ણયો માટે જવાબદાર છે.

મહેરબાની કરીને નોંધ કરો કે સંભવિત ધિરાણકર્તા સાથે મેચ થવું એ ધિરાણ માટે ઓફર અથવા પ્રતિબદ્ધતા નથી. તમામ દરો અને લોનની શરતોમાં ફેરફાર થઇ શકે છે.

અરજી કરવા માટે કઈ કઈ માહિતીની જરૂર રહેશે?

તમારી સંપૂર્ણ લોન અરજીના ભાગ રૂપે, તમારે સામુદાયિક ધિરાણકર્તાને નીચેના દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર રહેશે:

  • સહવર્તી નોંધો સાથે લોન અને સુરક્ષા કરાર
  • વ્યવસાયિક એકમોની કાનૂની રચનાના પુરાવા (નિગમની કલમો અને/અથવા પેટાનિયમો)
  • માલિકીની અનુસૂચી (નામ, સરનામું, સામાજિક સુરક્ષા નંબર અથવા કર ઓળખ નંબર, ફોન નંબર, ઇમેઇલ, 20% થી વધુ માલિકી ધરાવતા કોઈપણ માલિકોની ટકાવારી માલિકી)
  • નાના વ્યવસાયના 20% થી વધુ માલિકીની કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત ગેરંટી
  • દરેક ગેરેંટર માટે વ્યક્તિગત ક્રેડિટ ચેક જરૂરી છે. નોંધ: લોનની અરજી કરવા માટે કોઈ લઘુત્તમ ક્રેડિટ સ્કોર જરૂરી નથી
  • જો ઉપલબ્ધ હોય અને ધિરાણકર્તા દ્વારા જરૂરી હોય તો સૌથી તાજેતરમાં ફાઈલ કરેલ બે ટેક્સ રિટર્ન; જો ઉપલબ્ધ ન હોય તો, આંતરિક રીતે જનરેટ કરેલ નાણાકીય નિવેદનો અથવા આવકના અન્ય પુરાવા
  • એક્ઝિક્યુટેડ બોરોઅર એટેસ્ટેશન ફોર્મ અને SEDI-માલિકીનું વ્યવસાય પ્રમાણપત્ર (ધિરાણકર્તા દ્વારા પ્રદાન કરવામાં આવશે)
  • લીઝ કરાર અને/અથવા તાજેતરના યુટિલિટી બિલની નકલ (જો ધિરાણકર્તા દ્વારા લાગુ હોય અથવા જરૂરી હોય તો)
  • તાજેતરનું ન્યૂ જર્સી ટેક્સ ક્લિયરન્સ પ્રમાણપત્ર
  • બેનિફિટ્સ એફિડેવિટનું ડુપ્લિકેશન (ધિરાણકર્તા દ્વારા પ્રદાન કરવામાં આવશે)
  • અરજીના સમયે અથવા પછી સામુદાયિક ધિરાણકર્તા દ્વારા જરૂરી અન્ય દસ્તાવેજો

સહભાગી સામુદાયિક ધિરાણકર્તા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા, કોઈપણ ધિરાણની તપાસ કરવા અને અરજીની સમીક્ષા પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે તમારો સંપર્ક કરશે.

જો મારે લોનની અરજીમાં મદદની જરૂર હોય તો શું કરવું?

અમારા સામુદાયિક ધિરાણકર્તાઓ અરજીનાં દરેક પગલામાં તમને મદદ કરવા માટે ઉપલબ્ધ છે અને જો જરૂરી હોય તો તમને વધારાની સહાય સેવાઓ સાથે જોડવામાં આવી શકે છે.

મારી પૂર્વ-અરજી સુપરત કર્યા પછી શું થશે?

જો તમે પ્રારંભિક પાત્રતાની જરૂરિયાતોને પૂર્ણ કરો છો, તો પૂર્વ-અરજી પૂર્ણ કર્યા પછી તમને એક અથવા વધુ બિનનફાકારક સામુદાયિક ધિરાણકર્તાઓ સાથે મેચ કરવામાં આવશે અને તમે જેની સાથે કામ કરવા માગો છો તેની બાજુમાં “કનેક્ટ કરો” ક્લિક કરવાની જરૂર રહેશે. પછી તમારો વ્યવસાય લોન માટે તૈયાર છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે ધિરાણકર્તાઓ વધારાના દસ્તાવેજોની વિનંતી કરશે. જો એવું હોય, તો તેઓ તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ અનુરૂપ છે તે લોનની શરતો નક્કી કરશે.

શું હું એક કરતા વધારે વાર લોન માટે અરજી કરી શકું?

અરજદારોએ માત્ર એક પૂર્વ-અરજી સુપરત કરવાની રહેશે. ઋણધારકોને New Jersey Capital Access Fund માંથી બહુવિધ લોન મેળવવાથી પ્રતિબંધિત કરવામાં આવશે નહીં, પરંતુ વધારાની લોન મંજૂર કરવી તે મૂળ ધિરાણકર્તાઓ પર નિર્ભર છે. ઋણધારકો પાસે કોઈપણ સમયે ઓપન લોન માટે માત્ર એક જ અરજી હોવી જોઈએ. દરેક લોનમાં આવકનો અલગ, નિર્ધારિત ઉપયોગ હોવો જોઈએ અને આવી લોન કોઈપણ લાગુ પડતી મહત્તમ અથવા લઘુત્તમ માત્રા અથવા અન્ય નિયમો અને શરતોને આધીન હોવી જોઈએ.

જો મારે ચુકવણી બાકી રહી જાય તો શું થશે?

જો તમે સમયસર લોનની ચુકવણી ન કરો, તો તમારી લેટ ફીની ગણતરી થઈ શકે છે. ચૂકવણી કરવામાં નિષ્ફળતાના પરિણામે લોન ડિફોલ્ટ જાહેર થઈ શકે છે. લોન અરજી પ્રક્રિયા દરમિયાન, તમારા સામુદાયિક ધિરાણકર્તા તમારા લોન કરારની સંપૂર્ણ શરતોની ચર્ચા કરશે તેની ખાતરી કરવા માટે કે તમે મોડી ચૂકવણી અને ડિફોલ્ટ્સ સંબંધિત વિગતો સમજો છો.

NJ Capital Access Fund lady working on a craft

અરજી કરવા માટે તૈયાર છો?

તમે લોન માટે પાત્ર છો કે નહીં તે જાણવા માટે પૂર્વ-અરજી પૂર્ણ કરો.
પાત્ર અરજદારો બિનનફાકારક ધિરાણકર્તા સાથે જોડવામાં આવશે.